રાજકોના મહિલા પોલીસ સ્ટેશનમાં એક શિક્ષિકાએ પોતાના પતિ, સાસુ-સસરા અને નણંદ સહિત પરિવારના કુલ 6 સભ્યો સામે શારીરિક, માનસિક અને જાતીય ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે, પતિ પોર્ન વીડિયો બતાવીને શરીરના અંગો પર અશ્લીલ ટિપ્પણીઓ કરીને ભારે માનસિક યાતના અને ખોટા કેસમાં ફસાવાની મહિલાને ધમકી આપતો. શિક્ષિકાને માનસિક ત્રાસથી પેનિક એટેક આવ્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બ્લેકમેઇલ કરીને કેસ રદ કરાવવાનો પ્રયાસ કરાતો શિક્ષિકાએ અગાઉ પણ સાસરિયાઓ સામે ઘરેલું હિંસા અને ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેનો કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસ પરત ખેંચાવવા અને ફરી સાથે રહેવા માટે પતિ અને સાસરિયાઓ સતત દબાણ કરતા હતા. પતિએ પત્નને ધમકી આપી હતી કે જો તે કેસ પાછો નહીં ખેંચે, તો તેના પરિવારજનો સામે ખોટા કેસ કરી તેને જેલમાં મોકલી દેવામાં આવશે. આ રીતે બ્લેકમેઇલ કરીને કેસ રદ કરાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પોર્ન વીડિયો જોવા માટે બળજબરીથી મજબૂર કરતો પીડિતાએ આક્ષેપ કરતા કહ્યું છે કે, પતિ પોતાના મોબાઈલ ફોનમાં પોર્ન વીડિયો જોતો હતો અને મહિલાને પણ બળજબરીથી તે જોવા માટે મજબૂર કરતો હતો. દરમિયાન મહિલાના શરીરના અંગો વિશે અત્યંત બિભત્સ અને અશ્લીલ કમેન્ટ્સ કરીને તેની સ્ત્રીસહજ ગરિમાને હાનિ પહોંચાડવામાં આવતી હતી. વારંવારના આ પ્રકારના માનસિક અને જાતીય ઉત્પીડનને કારણે શિક્ષિકાની તબિયત લથડી હતી અને તેમને ‘પેનિક એટેક’ આવવા લાગ્યા હતા. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં, પતિ દ્વારા તેમને તબીબી સારવાર કરાવવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતી હતી અને વધુ અપમાનિત કરવામાં આવતી હતી.