રાજકોટથી ગાંધીનગર,કૃષ્ણનગર, રાજુલાની લકઝરી બસ શરૂ

રાજકોટ એસટી વિભાગ દ્વારા રાજકોટથી ગાંધીનગર અને અમદાવાદના કૃષ્ણનગર સુધીની નવી વોલ્વો તો રાજુલા જવા માટે એસી લકઝરી બસ શરૂ કરવામાં આવતા દૈનિક અવરજવર કરતા 280 મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. નવરાત્રિ અને દિવાળી તહેવારો પૂર્વે 3 નવી બસની ભેટ રાજકોટ એસ.ટી. વિભાગને મળી છે. જોકે તેની સામે મુસાફરો ન થતા રાજકોટથી વાયા ઉદયપુર થઈ નાથદ્વારા જતી એસટી બસ બંધ કરી દેવામાં આવી છે.

તહેવારો પૂર્વે મુસાફરો માટે વધારાની બસોની સુવિધા
નવી વોલ્વો અને એસી લકઝરી બસ શરૂ થતા રાજકોટથી ગાંધીનગર, કૃષ્ણનગર અને રાજુલા જતા અને ત્યાંથી પરત આવતા દૈનિક 280 મુસાફરોને ફાયદો થશે. વોલ્વોમાં મુસાફરો માટે 47 તો એસી લકઝરીમાં 46 સીટ હોય છે. નવરાત્રિ અને દિવાળીના તહેવારો પૂર્વે શરૂ થયેલી આ બસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને આરામદાયક સલામત સવારીનો લાભ મળશે.

રાજકોટથી ગાંધીનગરની વોલ્વોનું ભાડું રૂ.685, અમદાવાદ પાસેના કૃષ્ણનગરનું ભાડું રૂ.640 અને રાજુલા જવા માટેની AC લક્ઝરી બસનું ભાડું રૂ.361 રાખવામાં આવ્યું છે. હાલ રાજકોટથી ગાંધીનગર જવા માટે 5 વોલ્વો દોડે છે. જેમાં સવારે 5 અને 5.30 વાગ્યે, સાંજે 4.20 વાગ્યે, રાત્રે 11.40 અને 1.45 વાગ્યે ઉપડે છે. જ્યારે કૃષ્ણનગર જવા માટે પ્રથમ વોલ્વો તો રાજુલા જવા પ્રથમ AC લક્ઝરી બસ શરૂ થતા મુસાફરોને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *