કોઠારીયા સોલવન્ટ પાસે બનેલી ઘટના અકસ્માત કે આત્મહત્યા?, પોલીસ તપાસ શરૂ

રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેન કોઠારીયા વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે ટ્રેન હડફેટે અટીકા વિસ્તારના કારખાનેદાર 26 વર્ષીય યુવક જયદીપ વેજાપરાનું મોત નીપજ્યું હતું. જો કે બનાવ અકસ્માત છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

24 નવેમ્બરે સાંજે 7.30 વાગ્યાં આસપાસ ભક્તિનગર રેલવે સ્ટેશન અને રીબડા રેલવે સ્ટેશન વચ્ચે કોઠારીયા સોલવન્ટ પાછળથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનની હડફેટે આશરે 25 વર્ષના એક યુવાનનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહને ટ્રેનમાં રીબડા રેલવે સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આજીડેમ પોલીસને જાણ કરાઈ હતી
ભક્તિનગર રેલ્વે સ્ટેશનથી સ્ટેશન માસ્તરના મૌખિક હુકમના આધારે રેલવે પોલીસ ટીમ સ્થળ પર તપાસ અર્થે પહોંચી હતી. જેમાં બનાવ રેલવેના કે.વી નંબર-10/07 તથા 10/08 ની વચ્ચે બનેલો હતો. જે હદ વિસ્તાર આજીડેમ પોલીસની હદ વિસ્તારમાં આવતો હોવાથી તેમને જાણ કરાઈ હતી. જે બાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.

મૃતક જયદીપ બે ચાર ભાઈ-બહેનમાં સૌથી નાનો હતો
પોલીસ તપાસમાં મૃતકનું નામ જયદીપ ગોપાલભાઈ વેજાપરા હોવાનું અને તે રાજકોટની લાલ બહાદુર સોસાયટીમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. મૃતક યુવાન જયદીપ પોતે કારખાનું ચલાવતો હતો જ્યારે તેમના પિતા ગોપાલભાઈ વેજાપરા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા છે. જયદીપ પોતે બે ભાઈ અને બે બહેનમાં નાનો અને પરણિત ન હતો. બનાવ અકસ્માતે બન્યો છે કે અન્ય કોઈ કારણ છે તે જાણવા આજીડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *