લુશાળા ગામ નજીકનો પુલ જર્જરિત‎

લુશાળા-મેં દરડા-સાસણ સ્ટેટ હાઈવે પર લુશાળા રેલવે ફાટક નજીક ખોરાસા રોડ પર આવેલો નવાબી શાસન સમયનો પુલ અતિ જર્જરિત હાલતમાં હોવાથી તાત્કાલિક નવો પુલ બનાવવાની માંગ ઉઠી છે. આ અંગે રાજકીય અગ્રણી પી.ડી. ડાંગરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, ખોખરડા ફાટકથી મેંદરડા તરફના માર્ગ પર દરરોજ હજારો વાહનોની અવરજવર થાય છે. રોડનું વિસ્તરણ કરી તેને 12 મીટર સુધીનો બનાવવામાં આવ્યો હોવા છતાં સંબંધિત પુલની પહોળાઈ માત્ર પાંચ મીટર જેટલી હોવાનું જણાવાયું છે.

આ માર્ગ પર 33 જેટલા નવા પુલ બનાવવામાં આવ્યા હોવા છતાં લુશાળા નજીકના આ પુલની કામગીરી બાકી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.પી.ડી. ડાંગરે આ પુલ અત્યંત જર્જરિત હોવાથી અકસ્માત કે જાનહાનિ થાય તે પહેલાં કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *