જીવના જોખમે બિલાડીનું રેસ્ક્યુ

રાજકોટ શહેરમાં કટોકટીની પરિસ્થિતિમાં માનવ જીવ બચાવવાની સાથે મૂંગા પશુ-પંખીઓના જીવ રક્ષણ માટે પણ ફાયર બ્રિગેડની ટીમ હંમેશા તત્પર રહે છે. રાજકોટ મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા આવી જ એક પ્રશંસનીય અને માનવતાને જીવંત રાખતી કામગીરી કરવામાં આવી છે. ફાયરનાં જવાનોએ અંદાજે 60 ફૂટ ઊંડા કૂવામાં ફંસાયેલી બિલાડીને મહામહેનતે બચાવી હતી. ફાયરની ટીમે કરેલા આ ખાસ રેસ્ક્યુ ઓપરેશનનાં દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકોએ જવાનોની કામગીરીને બિરદાવી હતી.

રેલનગર ફાયર વિભાગ ટીમ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી પ્રાપ્ત વિગત મુજબ રેલનગરનાં શિવાલય ચોક નજીકની વાડીમાં આવેલા એક અવાવરુ તેમજ અંદાજે 60 ફૂટ જેટલા ઊંડા કૂવામાં એક અબોલ બિલાડી અચાનક પડી ગઈ હતી અને મોત સામે ઝઝૂમી રહી હતી. આ ઘટના અંગે આસપાસના જાગૃત નાગરિક કાર્તિકભાઈ સરવૈયા દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને રેલનગર ફાયર વિભાગ ટીમ જરૂરી રેસ્ક્યુ સાધનો સાથે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં કૂવામાં ફસાયેલી બિલાડીને બચાવવા માટે એક મોટું અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

બિલાડીને સુરક્ષિત બહાર કાઢવા ફાયર ઓપરેટર તકેદારી સાથે કૂવામાં ઉતર્યા સ્થળ પર પહોંચીને ફાયર અધિકારીઓએ પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે, કૂવાની ઊંડાઈ અંદાજે 60 ફૂટ જેટલી વધારે હતી અને કૂવામાં નીચે અંધારું હોવાના કારણે બિલાડી સ્પષ્ટ દેખાતી નહોતી, પરંતુ તેનો અવાજ આવી રહ્યો હતો. 60 ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને એક નાના અને ચંચળ પ્રાણીનું રેસ્ક્યુ કરવું એ ફાયર વિભાગ માટે ખૂબ જ પડકારજનક અને જીવનું જોખમ ધરાવતું કાર્ય હતું. આ કપરી પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પ્લાન તૈયાર કર્યો હતો. બિલાડીને સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર ઓપરેટર અનિલભાઈ ડાભી પૂરતી તકેદારી સાથે કૂવામાં ઉતરવા માટે તૈયાર થયા હતા.

ઓપરેટરે ધીરજ અને કુશળતાપૂર્વક બિલાડીને વિશ્વાસમાં લઈને બચાવી અનિલભાઈ મજબૂત રસ્સી અને ફૂલ બોડી હાર્નેસ જેવા અત્યાધુનિક સુરક્ષા સાધનોની મદદથી ફાયર ઓપરેટરને 60 ફૂટ ઊંડા અંધારિયા કૂવામાં ધીમે-ધીમે નીચે ઉતર્યા હતા. કૂવાની અંદર ઓક્સિજનની કમી અને ઝેરી જંતુ હોવાનો પણ ભય રહે છે છતાં જવાને પોતાના જીવની પરવા કર્યા વગર કૂવાના તળિયે પહોંચવાનું નક્કી કર્યું હતું. કૂવાના તળિયે પહોંચીને જોયું તો બિલાડી અત્યંત ગભરાયેલી હાલતમાં ખૂણામાં બેઠી હતી. ગભરાયેલી બિલાડી ક્યારેક હુમલો પણ કરી શકે છે પરંતુ, ઓપરેટરે ખૂબ જ ધીરજ અને કુશળતાપૂર્વક બિલાડીને વિશ્વાસમાં લીધી હતી અને તેને એક સુરક્ષિત રીતે પકડી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *