રાજકોટ-અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ નજીક એક ગોઝારા ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. ભારત પેટ્રોલિયમનું ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાચા ઘટનાસ્થળે ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે, ઈકો કારનો કૂરતો બોલી ગયો હતો. જ્યારે ટ્રક રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પાસે પલટી મારી ગયો હતો. આ ઉપરાંત ટેન્કરના કેબિનનો બુકડો વળી ગયો હતો. ઘટનાના જે દૃશ્યો સામે આવ્યા તે કંપારી છોડાવી દે તેવા હતા.
મળતી માહિતી મુજબ ચોટીલાના મોટી મોલડીના રહેવાસી ડાભી અને મેઘાણી પરિવારના લોકો કુચિયાદડ જીઆઇડીસીમાં બેગના કારખાનામાં નોકરી હતા. તેઓ નોકરી પરથી ઈકો કારમાં પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બેટી રામપર ગામ નજીક ઈકો કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. હાઈવે પર જાણે કાળો કેર વર્તાયો હોય તેમ ઈકો કારમાંથી કચડાયેલી હાલતમાં મૃતદેહો બહાર પડ્યા હતા.