પોલીસ-પરિવારની હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું

ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા ધણપ ગામ હાઈ-વે પરની રોયલ ફોર્ટ હોટેલમાં એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાને પકડીને પરત લઈ જઈ રહેલી પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં જ પ્રેમીએ તેની પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળે ચપ્પુ ફેરવી ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાનું ગળું કાપ્યાં બાદ પ્રેમીએ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રેમી પંખીડા રાજકોટ હોવાનું લોકેશન મળતાં MPથી પરિવાર ગુજરાત આવ્યો પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મધ્યપ્રદેશના વતની એવા 21 વર્ષીય રજની બજલાલ ધાકડ અને 24 વર્ષીય સંતોષ ઉધમ જાટવ વચ્ચે પ્રેમસંબંધ હતો. આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગીને ગુજરાતના રાજકોટ તરફ નાસી આવ્યા હતા. આ મામલે યુવતીના પરિવારજનોએ મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મધ્યપ્રદેશ પોલીસે આ બંનેનું લોકેશન રાજકોટ હોવાનું શોધી કાઢ્યું હતું.

આથી પ્રેમિકા રજનીના બે સંબંધીઓ અને મધ્યપ્રદેશ પોલીસના બે જમાદારો રાજકોટ પહોંચ્યા હતા અને બંને પ્રેમી પંખીડાને પોતાની કસ્ટડીમાં લીધા હતા. રાજકોટથી આ તમામ લોકો ખાનગી વાહન દ્વારા મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા. જોકે લાંબા અંતરનું ડ્રાઇવિંગ હોવાના કારણે વાહન ચલાવનાર અને સાથે રહેલા તમામ લોકો ભારે થાકી ગયા હતા. આથી રાત્રિના સમયે આગળ પ્રવાસ કરવો જોખમી જણાતા, તેઓએ ચિલોડા હાઈવે પર આવેલી રોયલ ફોર્ટ હોટેલમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું હતું અને ત્યાં એક રૂમ ભાડે રાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *