રાજકોટના સાંઢીયા પુલનું સંઘવીના હસ્તે લોકાર્પણ

રાજકોટના સુવ્યવસ્થિત અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના વધુ એક મહત્વપૂર્ણ સોપાનરૂપે જામનગર રોડ પર નવનિર્મિત ઓવરબ્રિજ, જે સાંઢિયા પુલ તરીકે અત્યંત લોકપ્રિય છે, તે હવે જનતા માટે ખુલ્લો મુકવા માટે સજ્જ થઈ ગયો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 74.32 કરોડના ભારેખમ ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ અદ્યતન ઓવરબ્રિજનું ભવ્ય લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ્ હસ્તે તા. 13 જૂન 2026 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે વિધિવત રીતે કરવામાં આવશે. આ ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણને આવકારવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

આ ભવ્ય લોકાર્પણ પૂર્વે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી, યાદગાર અને ઉત્સાહભરી સાંજનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 12 જૂન 2026ને શુક્રવારના રોજ રાત્રે 9:00 વાગ્યાથી એરપોર્ટ ગાર્ડન સામે, સાંઢિયા પુલ બ્રિજ ખાતે ભવ્ય અને આકર્ષક રોશનીની વચમાં “Happy Street” (ફનસ્ટ્રીટ) ભવ્ય આયોજન કરાયું હતું. આ અનોખા ઉત્સવમાં બ્રિજ પર મોજ કરવા માટે હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને સમગ્ર માહોલ ઉત્સવમાં ફેરવાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *