PMના કાર્યકાળના 12 વર્ષની રાજકોટમાં ઉજવણી

ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવનાર છે, ત્યારે રાજકોટમાં આગામી તા.5 થી 21 જૂન સુધી અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન, જન કલ્યાણ શિબિર તેમજ પ્રગતિપથ યાત્રા યોજાશે.

શહેરના તમામ વોર્ડમાં જન કલ્યાણ શિબિર યોજાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. 5થી 21 જૂન 2026 સુધી રાજ્ય સરકાર દ્વારા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 8થી 14 જૂન વચ્ચે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે. જે સંમેલન રાજકોટ શહેરમાં પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે. જોકે તેની તારીખ નક્કી થવાની બાકી છે. જેમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે સાંસદ એમ.લક્ષ્મણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત, નગરપાલિકા અને શહેરના તમામ વોર્ડમાં જન કલ્યાણ શિબિર યોજાશે.

આ ઉપરાંત ભારત સરકારની 15 જેટલી સ્કીમ છે. જેમાં નમો શ્રી યોજના, PMJAY યોજના, આયુષ્માન ભારત, વયવંદના યોજના, પીએમ સૂર્ય ઘર અને લખપતિ દીદી સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે. જેનો લાભ લોકોને આપવામાં આવશે. આ સાથે જ 8 થી 14 જૂન વચ્ચે પ્રગતિપથ યાત્રા યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાની ગઢકાની અમુલ ડેરી અને અટલ સરોવર તેમજ સ્ટેટના પણ પ્રગતિપથ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં કુલ 7 રૂટ બનાવવામાં આવ્યા છે. આ પ્રગતિ પથના રુટ પર રાજ્ય સરકાર હસ્તકના જેટકો, PGVCL, પાણી પુરવઠા બોર્ડ, કોર્પોરેશન, રોડના કામો તેમજ AIIMS અને ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ જિલ્લામાં બન્યું છે ત્યારે તેમાં લોકોને થયેલા લાભો અંગે માહિતગાર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *