ધોરાજીમાં ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા દ્વારા “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે ધોરાજી તાલુકા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી.
પ્રદેશ ભાજપની સૂચના અને રાજકોટ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લા ઇન્ચાર્જ મનોજભાઈ રાઠોડ અને સહ-ઇન્ચાર્જ શ્રી બાલુભાઈ વિંઝુડાની આગેવાની હેઠળ આ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં ધોરાજી શહેર ભાજપ, ધોરાજી શહેર અનુસૂચિત જાતિ મોરચો, ધોરાજી તાલુકા અનુસૂચિત જાતિ મોરચા સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સામાજિક સમરસતા, સંગઠનની એકતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.