સૌરાષ્ટ્ર કચ્છમાં વીજ પુરવઠો પૂરો પાડતા PGVCL દ્વારા ચોમાસાને લઈને ખાસ તૈયારીઓ કરવામાં આવી છે જેમાં વરસાદને લીધે વીજ પુરવઠો ખોરવાય તો તેના રીપેરીંગ માટે આધુનિક મશીનરી સાથે 4000 જેટલા કર્મચારીઓ તૈનાત રહેશે. ગ્રાહકોની ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે ફરિયાદના તાત્કાલિક નિકાલ માટે 46 ડિવિઝન અને 287 સબ ડિવિઝન ઓફિસ હેઠળ કામ કરતા કર્મચારીઓ સજ્જ છે.
484 કોન્ટ્રાક્ટર અને 334 ડિપાર્ટમેન્ટલ ટીમો સાથે 4,082 કર્મીઓ તૈનાત PGVCLના ચીફ એન્જિનિયર અતુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ કોર્પોરેટ ઓફિસ દ્વારા ચોમાસાને લઈને આગોતરું આયોજન કરવામાં આવેલું છે. અમારા તાબા હેઠળ 46 ડિવિઝન ઓફિસ આવેલી છે અને 287 સબ ડિવિઝન આવેલા છે. જે સબ ડિવિઝન વાઇસ આયોજન કરાયું છે. જેમાં 484 કોન્ટ્રાક્ટર અને 334 ડિપાર્ટમેન્ટલ ટીમો સાથે કુલ 4,082 કર્મચારીઓ તૈનાત રહેવાના છે. 12 સર્કલના વિસ્તારોમાં 66 KVના પોલ છે ત્યાં થાંભલા નાખી દેવામાં આવ્યા છે.
આ સાથે તેમણે જણાવ્યું હતું કે, વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે વર્તુળ કચેરીઓમાં 62,686 વધારાના હેલ્ધી ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ છે. ગ્રાહકોને વિનંતી છે કે ચોમાસા દરમિયાન કોઈ જગ્યાએ વીજ વિક્ષેપ થાય, વીજ પોલ પડે કે ઝાડ પડે તો સૌપ્રથમ ફોલ્ટ સેન્ટર પર ફોન કરે. આ સાથે જ પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસમાં પણ ટોલ ફ્રી નંબર 24 કલાક ચાલુ રહેશે. જેમાં 19122 અને બીજો 1800 233 155/ 333 છે. આ સાથે જ વ્હોટ્સએપ નંબર 9512019122 પણ કાર્યરત છે.