જેતપુર-નવાગઢ પાલિકા સામે કોંગ્રેસના મહિલા સભ્યના ઉપવાસ

જેતપુર-નવાગઢ નગરપાલિકા સામે વોર્ડ નંબર-2માં પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડાએ પ્રતીક ઉપવાસ શરૂ કર્યા છે. તેમણે રોડ, ભૂગર્ભ ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવાની માંગ કરી છે.

જયશ્રીબેન બગડાનો આક્ષેપ છે કે તેમના વોર્ડ હેઠળ આવતા આંબેડકર નગર, ખાટકીવાડ અને ખોડિયાર ધાર જેવા વિસ્તારોમાં લાંબા સમયથી રોડ, ભૂગર્ભ ગટર અને અન્ય પાયાની સુવિધાઓનો અભાવ છે. સ્થાનિકો નિયમિતપણે ટેક્સ ભરતા હોવા છતાં વિકાસના કામો ન થતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પીવાના પાણી, ખરાબ રસ્તા અને ગટરની સમસ્યા અંગે નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ પ્રતીક ઉપવાસમાં સ્થાનિક મહિલાઓ પણ જોડાઈ હતી અને તંત્રને તાત્કાલિક વિકાસના કામો શરૂ કરવાની માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *