રાજકોટ શહેરના સાધુવાણી રોડ પર આવેલ ઓસ્કાર બિલ્ડિંગમાં 10માં માળે કામ કરી રહેલ યુવકનું અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું છે. સુનિલ પરિહાર (ઉ.વ.25) ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ ઓસ્કાર બિલ્ડિંગમાં 10માં માળે કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે નીચે પટકાતા તેને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં યુવક ગોપાલ ચોક નજીક ઓરડીમાં ભાડે રહેતો હોવાનું અને તેને સંતાનમાં એક 5 વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
સગીરાનું અપહરણ કરનાર યુવક દ્વારકાથી ઝડપાયો રાજકોટ શહેરના જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં એક સગીરાનું અપહરણ થયા હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાઈ હતી. જે બાદ પોલીસે હ્યુમન તેમજ ટેક્નિકલ સોર્સીસના આધારે તપાસ શરૂ કરી હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે સગીરા અને તેની સાથે સગીરાનું અપહરણ કરનાર આરોપી કરણ મકવાણા દ્વારકા ખાતેથી પકડી પાડી સગીરાને તેના પરિવારને સોંપી આરોપી કરણ મકવાણા (ઉ.વ.19)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કરણ મકવાણા પણ સગીરાના ઘર પાસેજ રહેતો હોય જેથી તે સગીરાને ફોસલાવી લઇ ગયો હોવાનું સામે આવ્યું છે આ પછી 3 દિવસ સુધી ક્યાં રોકાયો અને સથૂરા સાથે કોઈ શારીરિક સબંધ બાંધ્યા હતા કે કેમ સહીતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરે છે.