રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જીવાતવાળુ ભોજન અપાતું હોવાના મુદ્દે એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને મંગળવારે હોબાળો મચાવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ ભોજન મુદ્દે મચાવેલો હોબાળો ખોટો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
ફૂડ વિભાગના અધિકારી ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, ટીમે હોસ્ટેલમાં જઇ ચેકિંગ કરતા પાણી આરોયુક્ત અને શુદ્ધ હતું. તેમજ ફૂડની ચકાસણી કરતા કાચો માલ ગુણવત્તાવાળો અને સ્ટાન્ડર્ડ હતો. જોકે રસોડામાં ગંદકી જોવા મળતા કેટરિંગના કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ હતી. ફૂડના સેમ્પલ લેબમાં મોકલાયા હતા.
ફૂડ લાઇસન્સ ઇસ્યૂ બાકી સમરસ હોસ્ટેલમાં ફૂડ બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી વાપીની યુવરાજ કેટરિંગ પાસે ફૂડ લાઇસન્સ ન હોવાની વિગતો ખુલ્લી હતી. જો કે, આ અંગે તપાસ કરતા અરજી કરી દીધાનું અને ડોક્યુમેન્ટ સ્ક્રૂટિનીમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.