જિલ્લાની 592 ગ્રામપંચાયતને બે દિવસમાં ગ્રામસભા યોજવા આદેશ

કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને બદલે નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન અમલી બનાવવામાં આવનાર છે ત્યારે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં ગ્રામપંચાયતોને તા.26 ડિસેમ્બર સુધીમાં ગ્રામસભા યોજી ફોટો-વીડિયો સાથેની ગ્રામસભાની કાર્યવાહી મોકલી આપવા આદેશ જારી કરાયો છે જે અન્વયે રાજકોટ જિલ્લાની 592 ગ્રામપંચાયતને જી રામ જી યોજના અંગે બે દિવસમાં તાકીદે ગ્રામસભા યોજવા સૂચના જારી કરવામાં આવી છે.

રાજ્યના વિકાસ કમિશનરના આદેશ અન્વયે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાની તમામ 592 ગ્રામપંચાયતને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના અમલને લઈ તા.26 ડિસેમ્બર સુધીમાં ગ્રામસભા યોજવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, નવી જી રામ જી યોજના અન્વયે પંચાયત એપ મારફતે ગ્રામપંચાયતોને ગ્રામસભાની કાર્યવાહીના ફોટો, વીડિયો જીઓ ટેગિંગ સાથે ફરજિયાત અપલોડિંગ કરવા સૂચના આપવામાં આવી છે.

જી રામ જી અન્વયે મુખ્ય ચાર શ્રેણીમાં કામ મળશે જી રામ જી યોજના અન્વયે સંશોધિત બિલમાં ગ્રામીણ શ્રમિકોને મુખ્યત્વે ચાર શ્રેણીમાં રોજગાર આપવામાં આવશે. જેમાં અગાઉની જેમ જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામગીરી, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આજીવિકા વૃદ્ધિના કામ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ સંબંધિત પર્યાવરણીય કામોમાં રોજગારી આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *