રાજકોટમાં દિવાળી પૂર્વે ડ્રાઈફ્રૂટ્સ, માવા, મીઠાઈના 58 ફૂડ સેમ્પલ લેવાયા

ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તરફથી મળેલ સૂચના મુજબ ફૂડ સેફ્ટી પખવાડીયાની ઉજવણીના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજકોટમાં અલગ-અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ડ્રાઈફ્રૂટ્સ, માવા તથા મીઠાઈના 58 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત રૈયા ચોકડીથી આમ્રપાલી ફાટક તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 32 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી તેમજ ખાધ્યચીજોના 32 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડીથી આમ્રપાલી ફાટક તથા ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 32 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 7 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ- 32 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. જેમાં જલારામ ફરસાણ, આરાધના પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, વિનાયક બેકરી પાર્લર, પાલજી સોડા શોપ, સોમનાથ નમકીન અને ચામુંડા ફરસાણમાં માલિક ફૂડ લાઇસન્સ વિના ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાથી લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *