રાજકોટમાં પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે ચાર વર્ષની માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા

હેવાનિયતની હદ વટાવતો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં શેરીમાં રમતી 3 વર્ષની માસુમ બાળકી સાથે પાડોશમાં રહેતા 92 વર્ષના વૃદ્ધે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. આજે આ ઘટના સામે આવતા ચારે કોરથી આ વૃદ્ધ પર ફિટકાર વરસી રહી છે. હાલ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધે માસુમ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવલશંકર કલ્યાણજી દેસાઈ (ઉ.વ.92)નું નામ આપતાં પ્રદ્યુમનનગર પોલીસે બીએનએસ એક્ટ કલમ 75 અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી અને તેનો પરિવાર રેલનગર વિસ્તારમાં રહે છે અને તેમને સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે. તેમની ચાર વર્ષની માસુમ દીકરી ગઈકાલે સાંજના 5 વાગ્યે પોતાના ઘર સામે શેરીમાં રમતી હતી, ત્યારે ત્યાં પાડોશમાં જ રહેતો આરોપી નવલશંકર દેસાઈ અચાનક ઘસી આવ્યો હતો અને બાળકીને ફોસલાવી તેના શરીરે અડપલાં કરવા લાગ્યો હતો.

એટલેથી ન અટકેલા વૃદ્ધે હવસની તમામ હદ વટાવી દીકરીને તેણીના ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો હતો અને તે સમયે પીડાથી કણસી ઉઠેલી બાળકીએ રાડા રાડી કરતાં તેની માતા સહિતના પરિવારજનો દોડી આવ્યાં હતાં હેબતાઈ ગયેલી બાળકીને છોડાવી તુરંત પોલીસ મથકે પહોંચ્યા હતાં. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી પીઆઈ ભાર્ગવ ઝણકાંતની ટીમે હવસખોર વૃદ્ધ આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *