જય સરદાર શૈક્ષણિક સંકુલમાં ‘જય સરદાર કા રાજા’ની ભવ્ય મહાઆરતી

ગોંડલ શહેરના જય સરદાર શૈક્ષણિક સંકુલ (વેલજીદાદાની છાત્રાલય)માં ગણેશોત્સવનો માહોલ ભક્તિમય અને ઉત્સાહભર્યો છે. સંકુલના પ્રાંગણમાં બિરાજમાન ‘જય સરદાર કા રાજા’ સમક્ષ આજે ૫૬ ભોગ અર્પણ કરીને ખાસ મહાઆરતી કરાઈ હતી.

આ ધાર્મિક કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, વિવિધ વિભાગોના વડાઓ (HODs), શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમણે ગણપતિ દાદાના ચરણોમાં માથું નમાવી પૂજા-અર્ચના કરી.

મહાઆરતીના શુભ પ્રસંગે વિઘ્નહર્તા દેવને પવિત્રતા અને ભક્તિભાવથી ૫૬ ભોગ ધરાવાયો હતો.

વર્ષ 2012માં એક નાની ગણેશ પ્રતિમા સાથે શરૂ થયેલો આ ઉત્સવ આજે 14મા વર્ષે મોટો બની ગયો છે. આ વર્ષે કેમ્પસમાં 7 ફૂટ ઊંચી ભવ્ય ગણેશ પ્રતિમાનું વાજતે-ગાજતે આગમન કરાયું હતું. સંકુલમાં દરરોજ સવારે 7 વાગ્યે થતી આરતીમાં લગભગ 600 અને સાંજે 7 વાગ્યે થતી આરતીમાં 400 જેટલા વિદ્યાર્થીઓ પૂરા ઉત્સાહ અને શ્રદ્ધાથી ભાગ લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *