પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સમયાંતરે વધારાની ટ્રેનો દોડાવવામાં આવતી હોય છે. જેમાં પશ્ચિમ રેલવે રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવનાર છે. બાડમેર સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે. આ સ્પેશિયલ ટ્રેનનાં શરૂ થવાથી ગુજરાત અને રાજસ્થાનનાં વેપારીઓ અને લોકોની સગવડમાં વધારો થશે.
ટ્રેન નંબર 04820/04819 રાજકોટ-બાડમેર સ્પેશિયલ (14-14 ટ્રીપ) ટ્રેન નંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 04.10.2024 થી 18.11.2024 સુધી રાજકોટથી દર શુક્રવાર અને સોમવારે 1 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે બપોર પછી 3 વાગ્યે બાડમેર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 04819 બાડમેર-રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 03.10.2024 થી 17.11.2024 સુધી બાડમેરથી દર ગુરુવાર અને રવિવારે સવારે 09.45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 10 વાગ્યે વાગ્યે રાજકોટ પહોંચશે.