શહેરમાં હાથીખાનામાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના મહંમદ ફારૂક મહલદર (ઉ.22)એ પોતાના ઘેર પંખામાં કપડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતા જમાદાર રાજુભાઇ કોડિયાતર સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં મૃતક યુવક મૂળ પશ્ચિમ બંગાળમાં કોલકાતાનો વતની હોવાનું અને છેલ્લા બે વર્ષથી રાજકોટ નાનાભાઇ સાથે આવી દાગીના બનાવવાની મજૂરીકામ કરતો હોવાનું અને ભાઇ સહિત ચાર મિત્રો સાથે રહેતા હોવાનું અને મૃતક યુવકને કામ ન હોય ઘેર હતો ત્યારે આ પગલું ભરી લીધાનું અને નાના ભાઇ સહિતનાઅે ઓરડીનો દરવાજો ખોલ્યો તો ભાઇ લટકતો નજરે પડ્યો હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.