હાલમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખી અન્ય જિલ્લાઓમાંથી રાજકોટ આવતા પક્ષકારો, તપાસ કરનાર અધિકારીઓ, વકીલો વગેરેને મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. આવું ન બને તે માટે તારીખ 29થી 31 ઓગસ્ટ સુધી ત્રણ દિવસ દરેક કેસ યથાવત્ સ્થિતિમાં જાળવી રાખવા માટે રાજકોટ જિલ્લાની તમામ અદાલતોના ન્યાયધીશોને બાર એસોસિએશન દ્વારા વિનંતિ કરવામાં આવી છે.