ઉછીના પૈસા દેવાની ના કહેતા યુવક પર 4નો છરીથી હુમલો

શહેરના ઢેબર રોડ પર આવેલા એસ.ટી. બસ સ્ટોપમાં રવિવારે સવારે ચાર શખ્સે રિક્ષાચાલક યુવક પર છરીથી હુમલો કર્યો હતો. ઉછીના પૈસા આપવાની ના કહેતા યુવક સાથે માથાકૂટ કરી હતી. રિક્ષાચાલક યુવક લોહિયાળ હાલતમાં રિક્ષા ચલાવી હોસ્પિટલે પહોંચ્યો હતો.

જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા અનિસ અજીજભાઇ શેરૂકા (ઉ.વ.29)અે ફેઝમહમદ ફકીર, સમીરશાહ ઉર્ફે બાઘો ફેઝમહમદ ફકીર, ચકી ફેઝમહમદ ફકીર અને એજાજ ફેઝમહમદ ફકીરના નામ આપ્યા હતા. અનિસ શેરૂકાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે સાંજે ચારેક વાગ્યે પોતે રિક્ષા લઇને બસ સ્ટોપની બહાર રિક્ષા સ્ટેન્ડે ઊભો હતો ત્યારે ફેઝમહમદ તેની પાસે આવ્યો હતો અને રૂ.500 ઉછીના માગ્યા હતા. અનિસે પૈસા આપવાની ના કહેતા માથાકૂટ કરીને જતો રહ્યો હતો.

ત્યારબાદ રવિવારે અનિસ બસ સ્ટોપની અંદર લોબીમાં ઊભો હતો અને પેસેન્જર શોધતો હતો ત્યારે ફેઝમહમદ તેના પુત્રો તેની પાસે ધસી આવ્યા હતા અને બાઘાએ કહ્યું હતું કે, તું મારા બાપા સામે શું પાવર કરતો હતો, તું મને ઓળખશ તો ખરોને તેમ કહી ગાળો ભાંડવા લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *