TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવના મુદ્દે ઉમેદવારોના સમર્થનમાં હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) મેદાનમાં આવ્યું છે. ફેડરેશન દ્વારા ગોંડલ મામલતદારને આવેદનપત્ર પાઠવી પરીક્ષા રદ ન કરવા, ઉમેદવારોને ઉત્તરવહીની નકલ આપવા અને પુનઃમૂલ યાંકનની મંજૂરી આપવા સહિતની 5 માગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ રજૂઆત ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ સુધી પહોંચાડીને ઉમેદવારોને ન્યાય અપાવવાની માગ કરાઈ છે.
ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીના માર્ગદર્શન હેઠળ આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે દરેક ઉમેદવારને પારદર્શક મૂલ્યાંકન મેળવવાનો અધિકાર છે. પરીક્ષાના પરિણામ સાથે ઉમેદવારોનું ભવિષ્ય જોડાયેલું હોવાથી પરીક્ષા બોર્ડ અને તંત્રએ હકારાત્મક નિર્ણય લેવો જોઈએ. રાજ્યના વિવિધ તાલુકાઓમાં પણ મામલત ારોને આવેદનપત્ર આપીને સરકાર સુધી રજૂઆત પહોંચાડવામાં આવી રહી છે.
ઉમેદવારોએ 5 મુખ્ય માગણીઓ કરી
- અલગ ગુણ જાહેર કરો: પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરી કુલ ગુણની સ્પષ્ટતા કરવી. 2. ઉત્તરવહીની નકલ આપો: મૂલ્યાંકનની પારદર્શિતા માટે ઉમેદવારોને પોતાની ઉત્તરવહીની નકલ આપવી.
- ભૂલ સુધારવાની તક આપો: ગુણની ગણતરીમાં ભૂલ હોય તો ઉમેદવારોને રજૂઆત કરવાની તક આપવી. 4. પરીક્ષા રદ ન કરો: કોઈ ક્ષતિ જણાય તો નિષ્પક્ષ તપાસ કરી સુધારાત્મક પગલાં લેવાં, પરંતુ પરીક્ષા રદ ન કરવી.
- પુનઃમૂલ્યાંકન મંજૂર કરો: ઉમેદવારોના હિતમાં ઉત્તરવહીઓના રી-એસેસમેન્ટની મંજૂરી આપવી. પરીક્ષાના ઉમેદવારોના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું.