નીતા અંબાણી એક સફળ બિઝનેસવુમન હોવાની સાથે સાથે ટ્રેઇન્ડ ક્લાસિકલ ડાન્સર પણ છે. તેમને જ્યારે પણ સમય મળે, ત્યારે તેઓ કળા પ્રત્યેનો પોતાનો જુસ્સો રજૂ કરતા રહે છે. તાજેતરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયેલા એક ઇવેન્ટમાં નીતા અંબાણીએ ભરતનાટ્યમ ડાન્સથી સૌના દિલ જીતી લીધાં હતાં.
‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ માટે પ્રસ્તુતિ આપી
મુંબઈમાં NMACC ખાતે ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલઃ સિવિલાઇઝેશન ટુ નેશન’ની ત્રીજી સીઝનની ઓપનિંગ નાઇટમાં નીતા અંબાણીએ મંચ પર પ્રસ્તુતી આપી હતી. ભારતીય કળાને જીવંત રાખવા માટે પ્રયત્નશીલ રહેતા નીતા અંબાણીએ આ પ્રસંગે પરંપરાગત આકર્ષણ અને કાલાતીત લાવણ્યનો સમન્વય કરતી સુંદર કેસરી અને ગુલાબી રંગની સાડી પહેરી હતી.
નીતા અંબાણીએ આ ખાસ પ્રસંગે પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ કસ્ટમ-ડિઝાઇન કરેલો ભરતનાટ્યમથી પ્રેરિત આઉટફિટ પહેર્યો હતો. તેમણે સમૃદ્ધ બનારસી બ્રોકેડ, તાંચોઈ સિલ્ક અને ઝિણવટ ભરેલા ભરતકામ સાથેનો ભવ્ય આઉટફિટ પહેર્યો હતો.