નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ યુજીસી નેટની પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. હવે આ પરીક્ષા 3 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી-2025 દરમિયાન લેવામાં આવશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓ યુજીસીની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.ac.in પર જઈને વિષયોનું શેડ્યૂલ જોઈ શકે છે. યુજીસી નેટ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર પરીક્ષા તમામ 85 વિષય માટે કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ મોડમાં લેવાશે. પરીક્ષા બે પાળીમાં લેવામાં આવશે. આ વખતની NET પરીક્ષામાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. આ પ્રથમ એવું બનશે જ્યારે સ્નાતકો નેટની પરીક્ષા આપશે.
પરીક્ષા પાસ કર્યા પછી, તે પીએચ.ડી અને ફેલોશિપ માટે પાત્ર બનશે. હવે સમગ્ર દેશમાં પીએચ.ડી પાત્રતા માટે નેટ સ્કોર્સ પણ સ્વીકારવામાં આવ્યા છે. અગાઉ UGC NET ડિસેમ્બર 2024 માટે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી.