24 કલાકમાં નર્મદામાં 3.35 ઈંચ વરસાદ, વીજળી પડતાં ભેંસનું મોત

ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન થઈ શુક્યું ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 16 તાલુકામાં મેઘમહેર થઈ છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 3.35 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સૌથી ઓછો વરસાદ તાપીના કુકરમુંડામાં 1 મિમી નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા 25થી 1 જુલાઈ સુધી ગુજરાત રિજીયન અને સૌરાષ્ટ્ર રિજીયનના બંને વિસ્તારો માટે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ ફૂંકાશે અને પવન તેજ રહેશે, જેની ગતિ 15થી 20 નોટ અને ગસ્ટિંગ 25 નોટ સુધી પહોંચી શકે છે. આ દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. બીજી તરફ, અમદાવાદમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેન્ટિગ્રેડની આસપાસ રહેવાનું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *