શાપર-વેરાવળ પોલીસે રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાજન ટેકનોકાસ્ટ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. કંપનીમાં જ નોકરી કરતા કેટલાક ઇસમોએ માલિકની જાણ બહાર, અલગ-અલગ દિવસે અને સમયે કારખાનાના સ્ટોરરૂમમાંથી ટંગસ્ટન ઇન્સર્ટ ટુલ્સના સ્ક્રેપની ચોરી કરી હતી.
છેલ્લા છ મહિનાથી ચાલતી આ ચોરીમાં કુલ રૂ. 50,00,000/- (પચાસ લાખ) ની કિંમતનો માલ ચોરાયો હોવાનો ગુનો ગત તા. 12/06/2026 ના રોજ નોંધાયો હતો.
પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ખાણધર (ઉ.વ.30) રહે. કોઠારીયા સોલ્વન્ટ ઓમનગર, મૂળ રહે. તરસાઈ, જિ. જામનગર, નીતેશભાઈ હરેન્દ્રભાઈ ઠાકુર (ઉ.વ.31) રહે. આજીડેમ ચોકડી પાસે, રાજકોટ, મૂળ રહે. સીતામઢી, બિહાર, અને નરેન્દ્રભાઈ જીવાભાઈ કરડાણી (ઉ.વ.51) (ચોરીનો માલ લેનાર) રહે. રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ, મૂળ રહે. અજબ, તા. કેશોદ વાળા ને ઝડપી પાડ્યા છે.
પોલીસે આ આરોપીઓ પાસેથી ચોરાયેલો રૂ. 2,605,000/- ની કિંમતનો ટંગસ્ટન ઇન્સર્ટ ટુલ્સનો સ્ક્રેપ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.