શાકિબ અલ હસન બાંગ્લાદેશ પરત ફરી શકશે કે નહીં?

બાંગ્લાદેશના સૌથી મોટા ક્રિકેટર શાકિબ અલ હસન ફરી એકવાર ચર્ચામાં છે. તેણે કહ્યું છે કે જો સરકાર સુરક્ષાની ગેરંટી આપે તો તેઓ બાંગ્લાદેશ પાછા ફરીને અદાલતનો સામનો કરવા અને 2027 વર્લ્ડ કપ રમવા માટે તૈયાર છે. બીજી તરફ, સરકારના ઘણા મંત્રીઓ અને ક્રિકેટ બોર્ડના અધિકારીઓ માને છે કે તેમની વાપસી હાલમાં શક્ય નથી.

શાકિબ અલ હસન માત્ર ક્રિકેટર જ નહીં, પરંતુ પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સાંસદ પણ રહી ચૂક્યો છે. ઑગસ્ટ 2024માં સરકાર બદલાયા પછી તેના વિરુદ્ધ હત્યા અને ભ્રષ્ટાચાર સહિતના ઘણા કેસ નોંધાયા. ત્યારથી તે અમેરિકામાં રહી રહ્યો છે અને બાંગ્લાદેશ પાછો ફર્યો નથી

શાકિબ વિરુદ્ધ નોંધાયેલો સૌથી ચર્ચિત કેસ હત્યાનો છે. જોકે, તેનું કહેવું છે કે જે દિવસે હત્યા થઈ, તે સમયે તે કેનેડાના ટોરોન્ટોમાં ક્રિકેટ મેચ રમી રહ્યો હતો. તેણે કહ્યું છે કે જો સરકાર તેની સુરક્ષા સુનિશ્ચિત કરે તો તે દેશ પાછા ફરીને અદાલતમાં હાજર થશે અને તમામ કાનૂની પ્રક્રિયાઓનો સામનો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *