હૂતી ઉગ્રવાદીઓનો યમન અને સાઉદી અરેબિયા પર હુમલો

ઈરાન સમર્થિત હુતી ઉગ્રવાદીઓએ ગુરુવારે યમન અને સાઉદી અરેબિયામાં એકસાથે મોટા હુમલા કર્યા.

યમનમાં સૈન્ય ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોનથી હુમલો થયો છે. આમાં 58 સૈનિકોનાં મોત થયા અને ડઝનબંધ અન્ય ઘાયલ થયા.

યમનના રક્ષા મંત્રાલયે કહ્યું કે આ હુમલાનો જવાબ યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ આપવામાં આવશે.

બીજી તરફ સાઉદીના નજરનમાં થયેલા હુમલામાં 11 નાગરિકો ઘાયલ થયા. આમાં 7 સાઉદી નાગરિકો, એક યમની, બે મિસ્રી, એક પાકિસ્તાની નાગરિક અને 4 વર્ષનો એક બાળક સામેલ છે.

APના રિપોર્ટ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી જલ્દી થઈ શકે છે. ઈરાન-ઓમાન વચ્ચેનો મુસદ્દો અંતિમ તબક્કામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *