અમેરિકન રોકાણકાર વૉરેન બફેટે બર્કશાયર હેથવેના ચેરમેન પદેથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. કંપનીએ શુક્રવાર, 18 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું કે બફેટ હવે ચેરમેન એમેરિટસની ભૂમિકા નિભાવશે. જોકે, તેઓ કંપનીના બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં યથાવત્ રહેશે.
કંપનીની લાંબા સમયથી નક્કી કરાયેલી ઉત્તરાધિકારી યોજના એટલે કે સક્સેશન પ્લાન હેઠળ બોર્ડે વૉરેન બફેટના પુત્ર હૉવર્ડ બફેટને નવા ચેરમેન તરીકે પસંદ કર્યા છે. જ્યારે ગ્રેગ એબેલ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને સુઝેન ડેકર લીડ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરના પદે યથાવત્ રહેશે.
વૉરેનના યોગદાનની તુલના કરી શકાય નહીં
બર્કશાયર બોર્ડ તરફથી સીઈઓ ગ્રેગ એબેલે જણાવ્યું કે અમેરિકન બિઝનેસના ઇતિહાસમાં બર્કશાયર અને તેના શેરહોલ્ડર્સ પર વૉરેનના યોગદાનની કોઈ તુલના કરી શકાય નહીં.
એબેલે વધુમાં જણાવ્યું કે વૉરેન દ્વારા બનાવવામાં આવેલા કલ્ચર અને મૂલ્યો કંપનીના ફોકસમાં યથાવત્ રહેશે અને હૉવર્ડ બફે તેને આગળ વધારવાનું કામ કરશે.
હૉવર્ડ બફેટ 1993થી બર્કશાયરના બોર્ડમાં સામેલ છે
હૉવર્ડ બફેટ 1993થી બર્કશાયરના બોર્ડમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. તેઓ 1999થી હૉવર્ડ જી. બફેટ ફાઉન્ડેશનનું નેતૃત્વ કરી રહ્યા છે, જે ગ્લોબલ ફુડ સિક્યોરિટી એન્ડ કનફ્લિક્ટ રેજોલ્યુસન પર કામ કરે છે.
હૉવર્ડ અનેક જાહેર અને ખાનગી કંપનીઓના બોર્ડમાં રહી ચૂક્યા છે અને લગભગ એક દાયકા સુધી યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ગુડવિલ એમ્બેસેડર પણ રહ્યા છે.