ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની બમ્પર આવક

રાજકોટ જિલ્લાના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનમાં સોયાબીનની બમ્પર આવક થઈ રહી છે. યાર્ડના સેક્રેટરી રાજ ઘોડાસરાના જણાવ્યા અનુસાર, એક જ દિવસમાં સવારથી અંદાજે 150 વાહનો સોયાબીન લઈને યાર્ડમાં પહોંચ્યાં હતાં. સોયાબીનની હરાજીમાં ખેડૂતોને 20 કિલોના રૂ. 1300થી રૂ. 1400 સુધીના ભાવ મળ્યા હતા.

ક્વોલિટી મુજબ રૂ. 1300, રૂ. 1350, રૂ. 1375 અને મહત્તમ રૂ. 1400ના ભાવે સોયાબીનની હરાજી થઈ હતી. સેક્રેટરીના જણાવ્યા મુજબ, સોયાબીનની ગુણવત્તા પણ સારી જોવા મળી રહી છે.

ઉપલેટા અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ખેડૂતોને સોયાબીનનો સારો ઉતારો મળ્યો છે. ખેડૂતોને અંદાજે 10થી 20 મણ સુધીનો ઉતારો થયો છે. ઉપજના સારા ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

યાર્ડમાં ખેડૂતોને કોઈ હાલાકી ન પડે અને હરાજીની કામગીરી પારદર્શક રીતે થાય તે માટે પદાધિકારીઓની હાજરીમાં હરાજી કરવામાં આવે છે. સોયાબીનની હરાજી યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુંમર, વાઇસ ચેરમેન વિનુભાઈ ઘેટિયા અને સેક્રેટરી રાજ ઘોડાસરાની પ્રત્યક્ષ હાજરીમાં યોજાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *