IIT બોમ્બેમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

આઈઆઈટી બોમ્બેના સેકન્ડ યરના વિદ્યાર્થીએ શુક્રવાર સાંજે આત્મહત્યા કરી લીધી. તે એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતો હતો.

આ પહેલાં, તે દિવસે પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં ઝડપાયો હતો. આઈઆઈટી બોમ્બે અનુસાર, તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કર્યું હતું. આ મામલે વિદ્યાર્થી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.

પોલીસના જણાવ્યા અનુસાર, પરીક્ષા સાંજે 4 વાગ્યે પૂરી થઈ, ત્યારબાદ વિદ્યાર્થી પોતાના રૂમમાં ગયો. સાંજે તે પોતાના હોસ્ટેલના રૂમમાં ફાંસો લગાવેલી હાલતમાં મળી આવ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજાવાડી હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. 7 મહિનામાં આઈઆઈટી બોમ્બેના કેમ્પસમાં આત્મહત્યાનો આ ત્રીજો કેસ છે. આત્મહત્યાના સમાચાર મળતાં જ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું.

ફેબ્રુઆરી 2026: હોસ્ટેલ 4માં સેકન્ડ યરના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી.

જુલાઈ 2026: નવું સેમેસ્ટર શરૂ થતાં જ હોસ્ટેલ 4માં 20 વર્ષીય બી.ટેક. સેકન્ડ યરના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.

18 સપ્ટેમ્બર 2026: પવઈ કેમ્પસમાં પરીક્ષા સંબંધિત વિવાદ બાદ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.

મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી

ઘટના બાદ 400થી વધુ વિદ્યાર્થીઓએ કેમ્પસ વહીવટીતંત્ર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. બાદમાં ડિરેક્ટર પ્રો. શિરીષ કેદારેએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી.

વિદ્યાર્થીઓના વિરોધ બાદ ચાલી રહેલી મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. સંસ્થાએ વિદ્યાર્થીના મૃત્યુ પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મામલાની તપાસ ચાલી રહી છે.

IIT બોમ્બેએ વિદ્યાર્થીના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું. સંસ્થાએ જણાવ્યું કે તે વિદ્યાર્થીના મિત્રો, ફેકલ્ટી સભ્યો અને ઘટનાથી પ્રભાવિત અન્ય લોકોને મદદ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *