વાસી શાકભાજી, મંચુરીયન અને દાઝેલું તેલ મળી આવ્યું!

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સતત ચોથા દિવસે ભેળસેળિયા અને નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરનાં બાપા સીતારામ ચોક પાસેનાં બાલાજી ચાઈનીઝ-પંજાબીમાં વાસી શાકભાજી તેમજ મંચુરીયન અને દાઝીયું તેલ મળી આવ્યું હતું. તેમજ એક્સપયારી ડેટ વીતેલો મેંદાનો લોટ સહિત કુલ 115 કિલો અખાદ્ય અને વાસી જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. અને પેઢીને સીલ કરવામાં આવી હતી.

આ સાથે જ માલિકને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે આવેલ “શ્રી રામ ચાઇનીઝ & પંજાબી રેસ્ટોરન્ટ”માં પણ ખરાબ હાઈજેનિક કન્ડિશન હોવાને કારણે પેઢીને સીલ કરવામાં આવી છે. આજે કુલ 387 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ. 84,400નો દંડ વસુલાયો છે. તેમજ 6 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે.

115 કિલો વાસી ખોરાક મળ્યો હતો મનપાના ફૂડ સેફટી ઓફિસર રાજુલ પરમારે જણાવ્યું હતું કે, આજે અમારી ટીમ દ્વારા મવડી બાયપાસ રોડ પર રિયલ પ્રાઇમની સામે, બાપાસીતારામ ચોક પાસે આવેલ ‘બાલાજી ઢોસા, ચાઈનીઝ & પંજાબી સેન્ટર’માં ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. આ એક જ પેઢીમાં ઢોસા, ચાઈનીઝ અને પંજાબી વાનગીઓનું વેચાણ થતું હતું, જ્યાં તપાસ દરમિયાન ભારે ગેરરીતિઓ સામે આવી હતી. રેસ્ટોરન્ટમાંથી અંદાજિત કુલ 115 કિલો જેટલો વાસી ચાઈનીઝ ખોરાક, અખાદ્ય ચીજો અને મોટા પ્રમાણમાં વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો હતો. એટલું જ નહીં આ રેસ્ટોરન્ટમાં મંચુરિયન સહિત અન્ય ચાઈનીઝ વાનગીઓ બનાવવા આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા દાઝિયા તેલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *