રાજકોટ કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ હવે આધારકાર્ડની સેવા શરૂ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આધારકાર્ડની આ સેવા શરૂ થતા લોકોની સુવિધામાં વધારો થશે. કલેકટર કચેરીના આ જનસેવા કેન્દ્રમાં હાલ રેશનકાર્ડ વિભાજન, રેશનકાર્ડમાં નવા નામ દાખલ કરવા 7/12, 8/અના દાખલા, આવકના દાખલા સહિતની સેવાઓ લોકોને મળે છે. પરંતુ આધારકાર્ડની સેવાઓ મળતી ન હતી. જેના કારણે લોકોને હેરાનગતિ વેઠવી પડતી હતી.
કલેકટર તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની કીટ ફીટ કરી આ સેવા શરૂ કરવા માટે કલેકટર દ્વારા આદેશ અપાતા આ અંગેની પ્રક્રિયા ઝડપી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ કોર્પોરેશનની ત્રણેય ઝોનલ કચેરીઓ વોર્ડ ઓફીસો અને હેડ પોસ્ટ ઓફીસ ખાતે આધારકાર્ડની સેવા લોકોને મળી રહી છે. હવે કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં પણ આગામી ટુંક સમયમાં આધારકાર્ડની કીટ મૂકાતા નવા આધાર કાર્ડ કઢાવવા અને આધારકાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી થઈ શકશે.
માત્ર 8 મીમી વરસાદમાં પાણી ભરાતા મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન એક્શનમાં રાજકોટમાં ગઈકાલે 18 જૂને સાંજે માત્ર 8 મીમી વરસાદી ઝાપટામાં જ અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચોમાસાના આ પ્રથમ ટ્રેલર બાદ તંત્ર તુરંત જ એક્શનમાં આવ્યું હતું. મેયર ડો. નેહલ શુક્લ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયાએ પોતપોતાના સ્તરેથી કડક સૂચનાઓ આપી હતી. મેયરે તમામ કોર્પોરેટરોને પોતપોતાના વોર્ડમાં જઈ સ્થિતિ ચકાસવા અને ફોટો-વીડિયો સાથે ફરિયાદો મોકલવા આદેશ કર્યો હતો, જે ફરિયાદો બાદમાં ઇજનેરોને મોકલાઈ હતી.