પ્રીતિ ઝિન્ટાએ ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશન દરમિયાન આમિર ખાનને અવગણવાના દાવાઓને નકારી કાઢ્યા. પ્રીતિએ પોસ્ટને ‘ક્લિકબેટ કન્ટેન્ટ’ ગણાવ્યું અને કહ્યું કે તેણે તે સમયે આમિરને જોયો જ નહોતો.
ખરેખરમાં, એક પેપરાઝી એકાઉન્ટે ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં પ્રીતિ પોતાની વેનિટી વાનમાંથી બહાર નીકળીને ફોટોગ્રાફર્સને પૂછતી જોવા મળી, ‘એક મિનિટ, ગાઈઝ, ક્યાં જવાનું છે?’
ફોટોગ્રાફર્સ દ્વારા દિશા બતાવ્યા પછી પ્રીતિ બીજી તરફ ચાલી ગઈ. આમિર પોતાની વેનિટી વાન પાસે ઊભા હતા, પરંતુ પ્રીતિએ તેમની તરફ ધ્યાન આપ્યું નહીં.
ત્યારબાદ એક પેપરાઝી પેજે વીડિયો સાથે કેપ્શન લખ્યું, ‘ઓહ નો, પ્રીતિ ઝિન્ટાએ આમિર ખાનને ઈગ્નોર કર્યા?’