મેષ
આજનો દિવસ ધીરજ, મૂલ્યાંકન અને રાહ જોવાનો છે. પરિવારમાં કોઈ કામની પ્રગતિ ધીમે-ધીમે થતી જણાશે, જેનાથી થોડો અસંતોષ થઈ શકે છે, પરંતુ રિઝલ્ટ પોઝિટવ રહેશે. આર્થિક બાબતોમાં સાવધાની અને આયોજન કરવું જરૂરી છે. રોકાણથી લાભ થઈ શકે છે. વડીલોની સલાહ મદદરૂપ સાબિત થશે.
કરિયર: કામકાજમાં નિરંતરતા રાખવી જરૂરી છે. જે લોકો પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, તેમને હવે પરિણામ મળવા લાગશે. વરિષ્ઠ અધિકારીઓ તમારી કાર્યશૈલીના વખાણ કરશે.
લવ: પ્રેમ સંબંધોમાં મનમુટાવ થઈ શકે છે. સાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે. ભાવનાઓને સમજવાનો અને સંબંધને સાચી દિશા આપવાનો આ સમય છે.
સ્વાસ્થ્ય: ઊંઘ અને આરામ પર ધ્યાન આપો. હર્બલ ડ્રિન્કથી રાહત મળશે. પેટમાં એસિડિટીથી બચવા માટે તળેલું ભોજન ઓછું ખાઓ.
લકી કલરઃ ઓલિવ ગ્રીન
લકી નંબરઃ 5
વૃષભઃ- Three of Swords
આજનો દિવસ તમારી ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસની પરીક્ષા લઈ શકે છે. પરિવારમાં કોઈ જૂના મુદ્દાને લઈને અસહમતિની પરિસ્થિતિ બની શકે છે. કોઈ પ્રિયજનના શબ્દો મનને ઠેસ પહોંચાડી શકે છે, પરંતુ આ સમય આત્મમંથન કરવાનો છે. આર્થિક દ્રષ્ટિએ સાવધાન રહો અને બિનજરૂરી ખર્ચથી બચો. ઘરનું વાતાવરણ થોડા સમય માટે ગંભીર રહી શકે છે, પરંતુ દિવસના અંત સુધીમાં સ્થિતિ સુધરી જશે.
કરિયર: કામકાજમાં કંઈક નિરાશાજનક સ્થિતિ શક્ય છે. સહકર્મી સાથે મતભેદ થઈ શકે છે, પરંતુ વ્યાવહારિક બનો. જે લોકો કોર્પોરેટ, મીડિયા કે ટીચિંગ ક્ષેત્રમાં છે, તેમણે પોતાની વાણીમાં સંયમ રાખવો પડશે.
લવ: પ્રેમમાં ભાવનાત્મક અસંતુલન અનુભવાઈ શકે છે. સાથી સાથેના સંવાદમાં નીરસતા શક્ય છે. કોઈની યાદો મનને ઉદાસ કરી શકે છે, પરંતુ તેને છોડીને આગળ વધવું જ યોગ્ય રહેશે.
સ્વાસ્થ્ય: પ્રાણાયામ અને ધ્યાન મનને રાહત આપશે. કેફીન કે મીઠા પીણાંથી દૂર રહો. બ્લડ પ્રેશરની તકલીફ થઈ શકે છે, તેથી પોતાના પર નિયંત્રણ રાખો.
લકી કલરઃ ઘેરો લાલ
લકી નંબરઃ 9
મિથુનઃ- The Chariot
આજનો દિવસ દૃઢ ઈચ્છાશક્તિ, પ્રગતિ અને નિયંત્રણનો છે. તમે તમારા ટાર્ગેટ તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધશો. પરિવારમાં તમારી નેતૃત્વ ક્ષમતા અને નિર્ણયોની પ્રશંસા થશે. કોઈ જૂના વિવાદ કે ગૂંચવણનો ઉકેલ મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો શક્ય છે અને કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે.
કરિયર: કામકાજમાં તમારી નિર્ણયશક્તિ મુખ્ય ભૂમિકા ભજવશે. જે લોકો સેલ્સ, માર્કેટિંગ કે મોટિવેશનલ ફીલ્ડ સાથે જોડાયેલા છે, તેમને મોટી ડીલ મળી શકે છે.
લવ: પ્રેમમાં ઉત્સાહ અને સ્પષ્ટતાનો દિવસ રહેશે. સાથી સાથેના સંબંધોમાં નવો જોશ આવશે. પરસ્પર મતભેદો હવે પૂરા થઈને સંબંધમાં સંતુલન પાછું આવશે.
સ્વાસ્થ્ય: શારીરિક શ્રમને કારણે થાક લાગી શકે છે. મુસાફરી અથવા લાંબા સમય સુધી કામ કરવાને કારણે ઊંઘ ઓછી થઈ શકે છે, તેથી આરામ જરૂરી છે.
લકી કલરઃ રોયલ બ્લુ
લકી નંબરઃ 2
કર્કઃ- The Fool
આજનો દિવસ નવી શરૂઆત, સ્વતંત્રતા અને અણધારી તકોથી ભરેલો રહેશે. તમે કોઈ નવા અનુભવ કે યાત્રા તરફ કદમ વધારી શકો છો. પરિવારમાં પ્રસન્નતાનો માહોલ રહેશે. કોઈ જૂની ચિંતામાંથી રાહત મળશે અને મનમાં નવી ઊર્જાનો સંચાર થશે. આર્થિક દૃષ્ટિએ સાવધ રહો, કારણ કે ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે.
કરિયર: કામકાજમાં આજે નવા વિચારો અને સર્જનાત્મકતાનો તબક્કો રહેશે. જે લોકો સ્ટાર્ટઅપ, ક્રિએટિવ ફીલ્ડ કે એન્ટરપ્રેન્યોરશિપ સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય તકોથી ભરેલો છે.
લવ: પ્રેમનો સ્વીકાર થશે. સાથી સાથેની હળવી-ફુલકી વાતચીતથી સંબંધ વધુ મધુર બનશે. અવિવાહિતોના જીવનમાં કોઈ અણધારી મુલાકાતથી નવી શરૂઆત થઈ શકે છે.
સ્વાસ્થ્ય: તમે ઊર્જાવાન અને રિલેક્સ અનુભવશો. તાજી દવામાં વૉક અને સ્ટ્રેચિંગ તમારા માટે ફાયદાકારક રહેશે.
લકી કલરઃ મસ્ટર્ડ યલો
લકી નંબરઃ 3
સિંહઃ- Three of Cups
આજનો દિવસ નવી શરૂઆત, ઉત્સાહ અને અણધાર્યા અનુભવોથી ભરેલો રહેશે. પરિવારમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે અને કોઈ નવી યોજના પર ચર્ચા શક્ય છે. આર્થિક બાબતોમાં સંયમ જરૂરી છે, પરંતુ તકો તમારી તરફેણમાં છે. આ દિવસ બંધનો તોડીને નવા અનુભવો અપનાવવાનો છે.
કરિયર: કામકાજમાં નવી તકોની શરૂઆત થશે. જે લોકો ક્રિએટિવ, એજ્યુકેશન કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તેમને કોઈ રોમાંચક પ્રોજેક્ટ મળી શકે છે.
લવ: પ્રેમમાં રોમાંચનો અનુભવ થશે. સાથી સાથેના સંબંધોમાં ચંચળતા વધશે. જેઓ અવિવાહિત છે, તેમના જીવનમાં કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે.
સ્વાસ્થ્ય: દિનચર્યામાં શિસ્ત રાખો અને પૂરતા પ્રમાણમાં પાણી પીઓ. હળવો વ્યાયામ અને ધ્યાન માનસિક શાંતિ આપશે.
લકી કલરઃ કેસરી
લકી નંબરઃ 1
કન્યાઃ- Seven of Cups
આજનો દિવસ ઉત્સવ, હળવા-મળવાનો અને પ્રસન્નતાથી ભરેલો રહેશે. પરિવાર કે મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે. કોઈ શુભ સમાચાર કે નાની પાર્ટીની શક્યતા છે. લાંબા સમય પછી મન હળવું અને આનંદિત અનુભવશે. આર્થિક દૃષ્ટિએ દિવસ સાનુકૂળ રહેશે અને કેટલીક નવી યોજનાઓ સફળ થઈ શકે છે.
કરિયર: સહકર્મીઓ સાથે તાલમેલ સારો રહેશે અને કોઈ પ્રોજેક્ટમાં સામુહિક પ્રયાસોથી સફળતા મળશે. વરિષ્ઠો તમારી સકારાત્મકતા અને મિલનસાર સ્વભાવથી પ્રભાવિત થશે.
લવ: પ્રેમ જીવનમાં ખુશીઓ અને આત્મીયતા વધશે. સાથી સાથે સમય વિતાવવાની તક મળશે, જેનાથી સંબંધોમાં નવી હૂંફ આવશે.
સ્વાસ્થ્ય: અતિશય ખોરાક કે મીઠા પીણાં લેવાથી બચો, નહીંતર પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
લકી કલરઃ રોઝ પિંક
લકી નંબરઃ 6
તુલાઃ- Nine of Cups
આજનો દિવસ કલ્પનાઓ, વિકલ્પો અને નિર્ણયોથી ભરેલો રહેશે. તમારી સામે ઘણી તકો આવશે, પરંતુ સાચી પસંદગી કરવી જરૂરી રહેશે. પરિવારમાં કોઈ વિષય પર વિચારોમાં વિવાદ થઈ શકે છે, પરંતુ તમારો શાંત સ્વભાવ માહોલ સંભાળી લેશે. આર્થિક રીતે કોઈ નવો પ્રસ્તાવ આકર્ષક લાગી શકે છે, પણ ઉતાવળ ટાળો.
કરિયર: કામકાજમાં અસમંજસની સ્થિતિ રહી શકે છે. એકસાથે અનેક ઓપ્શન્સ કે પ્રોજેક્ટ્સ સામે આવી શકે છે. જે લોકો ક્રિએટિવ ફીલ્ડ કે માર્કેટિંગ સાથે જોડાયેલા છે, તેમણે પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરવી પડશે.
લવ: પ્રેમમાં આજે ભાવનાઓ પ્રબળ રહેશે. સાથીના વર્તનને લઈને મનમાં શંકા કે અસમંજસ રહી શકે છે. આ સમય સંવાદ અને પ્રામાણિકતાથી સત્ય સ્પષ્ટ કરવાનો છે.
સ્વાસ્થ્ય: મેડિટેશન અને પ્રાણાયામથી રાહત મળશે. શરીરમાં ડીહાઇડ્રેશન થવાની શક્યતા છે, તેથી પાણીનું સેવન વધારો. ભારે ખોરાક લેવાનું ટાળો.
લકી કલરઃ સી ગ્રીન
લકી નંબરઃ 5
વૃશ્ચિકઃ- Four of Pentacles
આજનો દિવસ સ્થિરતા અને સાવધાની સાથે જોડાયેલો રહેશે. તમે તમારા સંસાધનો અને યોજનાઓનું રક્ષણ કરવામાં વ્યસ્ત રહેશો. પરિવારમાં આર્થિક વિષયો પર ચર્ચા થઈ શકે છે. કોઈ જૂના રોકાણ કે મિલકત સંબંધિત નિર્ણય અટકી શકે છે. ઘરમાં સુરક્ષા અને સ્થિરતાની ભવના જળવાઈ રહેશે.
કરિયર: કામકાજમાં સુરક્ષાની ભાવના પ્રબળ રહેશે. જે લોકો બેંકિંગ, ફાઇનાન્સ કે મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમને પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળશે. કાર્યસ્થળ પર કોઈ નવી જવાબદારીનો પ્રસ્તાવ આવી શકે છે, પરંતુ નિર્ણય વિચારી-સમજીને લો.
લવ: પ્રેમમાં અધિકાર જતાવવાની ભાવના વધી શકે છે. સાથી પર વધુ પડતો અધિકાર જતાવવાનું ટાળો, નહીંતર હળવો તણાવ શક્ય છે. અવિવાહિતોને કોઈ જૂના સંબંધને લઈને અસમંજસ રહી શકે છે.
સ્વાસ્થ્ય: પીઠમાં દુખાવો અનુભવાઈ શકે છે. કામના વધુ પડતા દબાણથી તણાવ કે બ્લડ પ્રેશર વધી શકે છે. ધ્યાન અને કસરત મનને શાંતિ આપશે.
લકી કલરઃ પર્લ વ્હાઇટ
લકી નંબરઃ 6
ધનઃ- Eight of Wands
અધૂરા રહેલા અનેક કામો અચાનક ગતિ પકડશે. પરિવારમાં કોઈ શુભ સમાચાર કે ઉત્સવનો માહોલ બનશે. અટકેલી યોજનાઓ હવે આગળ વધશે અને તમે સકારાત્મક પરિવર્તન અનુભવશો. આર્થિક દૃષ્ટિએ અચાનક લાભ થવાની શક્યતા છે. આજે તમારા નિર્ણયોમાં આત્મવિશ્વાસ અને સ્પષ્ટતા દેખાશે.
કરિયર: પ્રોજેક્ટ્સ, ડેડલાઇન્સ અને તકોની રફતાર ઝડપી બનશે. જે લોકો મીડિયા, કમ્યુનિકેશન કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, તેમને વિશેષ પ્રગતિ મળશે.
લવ: સાથી સાથેના સંબંધોમાં સંવાદ અને સમજણ વધશે. જેઓ અવિવાહિત છે, તેમને અચાનક કોઈ નવો સંબંધ કે ભાવાત્મક જોડાણ મળી શકે છે.
સ્વાસ્થ્ય: સ્ક્રીન ટાઇમ ઓછો કરો. યોગ અથવા સવારની હળવી વૉક શરીરને તાજગી આપશે.
લકી કલરઃ ઘેરો ગ્રે
લકી નંબરઃ 8
મકરઃ- Queen of Pentacles
આજનો દિવસ સ્થિરતા, સંવેદનશીલતા અને આત્મવિશ્વાસનો રહેશે. પરિવારમાં શાંતિ અને સંતુલનનું વાતાવરણ રહેશે. ઘરની સંભાળ કે સજાવટમાં તમારું ધ્યાન રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે, કોઈ જૂનું રોકાણ લાભ આપી શકે છે. તમે તમારા પ્રિયજનો માટે ભાવનાત્મક અને આર્થિક બંને રીતે સહારો બનશો.
કરિયર: કામકાજમાં આજે તમારી સૂઝબૂઝ અને ધીરજ પ્રશંસનીય રહેશે. જે લોકો ફાઇનાન્સ, મેનેજમેન્ટ કે એજ્યુકેશન સેક્ટરમાં છે, તેમને સફળતા અને સ્થિરતા મળશે. વરિષ્ઠો તમારી મેનેજમેન્ટ સ્કિલ્સથી પ્રભાવિત થશે. મહેનત સાથે વ્યાવહારિકતા સફળતાનો પાયો નાખે છે.
લવ: પ્રેમમાં સ્થિરતા અને સ્નેહનો અનુભવ થશે. સાથી સાથેના સંબંધોમાં ભાવનાત્મક ઊંડાણ અને કાળજી લેવાની ભાવના વધશે. પરિણિત લોકો વચ્ચે સમજણ અને સહયોગ વધશે.
સ્વાસ્થ્ય: ખાનપાનમાં સંતુલન રાખો અને તાજા ફળ-શાકભાજી સામેલ કરો. ત્વચા કે હોર્મોનલ અસંતુલન સંબંધિત હળવી તકલીફ શક્ય છે. માનસિક રીતે સુકૂન મળશે.
લકી કલરઃ લેવેન્ડર
લકી નંબરઃ 2
કુંભઃ- Queen of Swords
આજનો દિવસ બુદ્ધિમત્તા, સ્પષ્ટતા અને આત્મસંયમથી ભરેલો રહેશે. પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ વિષય પર તમારો નિર્ણય આખરી માનવામાં આવશે. તમે તમારા શબ્દો અને વર્તનથી સન્માન મેળવશો. કોઈ જૂના વિવાદમાં તમારી તર્કસંગત વિચારથી ઉકેલ મળશે. આર્થિક સ્થિતિ સ્થિર રહેશે, પરંતુ ખર્ચ પર નિયંત્રણ જરૂરી રહેશે.
કરિયર: કામકાજમાં તમારી લીડરશિપ અને નિર્ણય ક્ષમતા બધાને પ્રભાવિત કરશે. જે લોકો લો, એડમિનિસ્ટ્રેશન કે કમ્યુનિકેશન ફીલ્ડ સાથે જોડાયેલા છે, તેમને આજે ખાસ ઓળખ મળશે.
લવ: સાથી સાથે પ્રામાણિક સંવાદ જરૂરી બનશે. તમે ભાવનાઓ કરતાં સત્ય અને સ્થિરતાને વધુ મહત્વ આપશો. અવિવાહિતોને કોઈ બુદ્ધિમાન અને આત્મનિર્ભર વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થઈ શકે છે.
સ્વાસ્થ્ય: વધુ પડતું વિચારવાથી માથાનો દુખાવો કે આંખોમાં થાક અનુભવાઈ શકે છે. શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાનો આ દિવસ છે, જેનાથી શરીર અને મન બંને સંતુલિત રહેશે.
લકી કલરઃ બ્રાઉન
લકી નંબરઃ 4
મીનઃ- Six of Wands
આજનો દિવસ પરિવર્તન, સંતુલન અને શાંતિ તરફ આગળ વધવાનો છે. તમે કોઈ તણાવપૂર્ણ સ્થિતિ કે જૂના વિવાદમાંથી બહાર નીકળશો. પરિવારમાં ભાવાત્મક સુકૂનનું વાતાવરણ રહેશે. સ્થાન પરિવર્તનની શક્યતા છે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે.
કરિયર: જેઓ IT, ટ્રાવેલ કે કન્સલ્ટન્સી ફીલ્ડ સાથે જોડાયેલા છે, તેમને કામમાં લાભ મળશે. નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે.
લવ: પ્રેમમાં સમજણ અને સંતુલન પાછું આવશે. સાથી સાથે થયેલી ગેરસમજો દૂર થશે અને વાતચીતમાં સ્પષ્ટતા આવશે.
સ્વાસ્થ્ય: યોગ અને ધ્યાન મનને સંતુલિત રાખશે. મુસાફરીના કારણે શરીરમાં થાક લાગી શકે છે, તેથી આરામ જરૂરી છે. હળવો ખોરાક પાચન સુધારવામાં મદદરૂપ થશે.
લકી કલરઃ કેરેમલ
લકી નંબરઃ 7