ગોંડલ તાલુકાના વાસાવડ ખાતે તા. 24 જૂન, 2026 ના રોજ ભાજપના યુવા અગ્રણી ગણેશ ગોંડલના હસ્તે આશરે રૂ. 23 લાખના ખર્ચે નવનિર્મિત બે આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ કાર્યક્રમ શાસ્ત્રી જનકભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી શરૂ થયો હતો. મહેમાનોના હસ્તે મા સરસ્વતીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કુમારિકાઓ દ્વારા કુમકુમ તિલક કરી મહેમાનોનું સ્વાગત કરાયું અને કુમકુમ પગલાં પાડી આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.