ગોંડલના મહીકા ગામે જુગારના અડ્ડા પર દરોડો

ગોંડલ તાલુકા પોલીસે મહીકા મોટા ગામની સીમમાં એક વાડીના ગોડાઉનમાં ચાલતા જુગાના અડ્ડા પર દરોડો પાડ્યો છે. આ દરોડામાં પોલીસે ₹3,84,340/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને સાત જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પોલીસ બાતમીના આધારે કોર્ટમાંથી સર્ચ વોરંટ મેળવીને દરોડો પાડવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન ગોડાઉનની અંદર જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ગજેન્દ્રભાઈ જેન્તીભાઈ વિરડીયા (રહે. મહીકા મોટા, ગોંડલ), અશોકભાઈ બાબુભાઈ વિરડીયા (રહે. મહીકા મોટા, ગોંડલ), અંકુરભાઈ ચંદુભાઈ વોરા (રહે. કોઠારીયા, રાજકોટ), ધર્મેન્દ્રભાઈ મનસુખભાઈ વોરા (રહે. ખોખડદડ, રાજકોટ), બિપીનભાઈ મનસુખભાઈ વોરા (રહે. કોઠારીયા, રાજકોટ), દિવ્યેશભાઈ બાબુભાઈ ધવા (રહે. મવડી, રાજકોટ) અને મહેશભાઈ ઉર્ફે કાળુભાઈ ભોવનભાઈ હિરપરા (રહે. બીલીયાળા, ગોંડલ) નો સમાવેશ થાય છે.

પોલીસે ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી અને આરોપીઓની અંગઝડતીમાંથી કુલ ₹1,64,750/- ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત, વન પ્લસ, મોટોરોલા, આઈફોન, સેમસંગ અને વિવો કંપનીના સાત મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત ₹1,30,000/- આંકવામાં આવી છે.

દરોડા સ્થળેથી કુલ ચાર વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં એક સફેદ કલરની હ્યુન્ડાઈ ઓરા ફોર-વ્હીલર ગાડી (નંબર: GJ-03-PM-3691, કિંમત ₹50,000/-), એક હોન્ડા એક્ટિવા સ્કૂટર (નંબર: GJ-03-JG-5217, કિંમત ₹25,000/-), એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર: GJ-03-KN-6768, કિંમત ₹10,000/-) અને એક હોન્ડા શાઈન બાઈક (નંબર: GJ-03-QS-8913, કિંમત ₹25,000/-) નો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *