વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ભાવુક થઈ, રડતા રડતા કહ્યું – ‘આજે મેં મારા ભગવાનને જોયા’

જૂનાગઢના વિશ્વા હિતેશભાઈ વાડોયા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે ચેસ ટ્રેનર તરીકે જોડાયેલા છે, તે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને ભાવુક થઈ ગયા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વડાપ્રધાનને નજીકથી જોઈને વિશ્વાની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, આજે મેં મારા ભગવાનને જોયા છે.

ખેલ મહાકુંભ બન્યો ટર્નિંગ પોઈન્ટ: જૂનાગઢની દીકરીની પ્રેરણાદાયી સફર જૂનાગઢના એક નાનકડા ગામમાંથી આવતી 23 વર્ષીય વિશ્વા માટે વડાપ્રધાનને આટલી નજીકથી જોવાની ક્ષણ યાદગાર બની રહી હતી. વિશ્વાના પિતા હિતેશ વાડોયાએ તેમની કારકિર્દીમાં સતત સાથ આપ્યો છે. વિશ્વાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ખેલ મહાકુંભે તેમની કારકિર્દીમાં મહત્વનો વળાંક લાવ્યો હતો. આ પહેલના કારણે તેમને નોકરી મળી અને રમત ક્ષેત્રે આગળ વધવાની તક મળી હતી.

પિતાના એક સાહસિક પગલાંએ દીકરીના સપનાઓને આપી નવી પાંખો વિશ્વાએ જણાવ્યું કે તેમના ગામમાં છોકરીઓને રમતગમતમાં ભાગ લેવાની મંજૂરી મળતી ન હતી. પરંતુ તેમના પિતાએ ખેલ મહાકુંભમાં તેમનું નામ નોંધાવ્યું, જે તેમની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. ત્યારબાદ તેમણે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય FIDE રેટિંગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો અને આજે (SAG) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કોચ તરીકે પોતાની કારકિર્દી બનાવી હતી.

વાયરલ વીડિયોમાં જૂનાગઢની વિશ્વા થઈ ભાવુક વિશ્વાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તે કહે છે કે, હું જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના એક નાના ગામમાંથી આવું છું. મોદીજી તમે મારા પિતાના ભગવાન છો , અને તેમને રૂબરૂ જોવાનું મારું એક સ્વપ્ન હતું જે આજે પૂરું થયું છે. હું એક ઈન્ટરનેશનલ પ્લેયર છું અને નેશનલ કક્ષાએ ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. આજે હું જીવનમાં જે કંઈ પણ છું અને જે પણ સફળતા મેળવી છે, તે ‘ખેલ મહાકુંભ’ યોજનાને કારણે છે. જો ગુજરાતમાં ખેલ મહાકુંભ ન શરૂ થયો હોત, તો મારી આ રમતગમતની સફર ક્યારેય શક્ય ન બની હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *