રાજ્યમાં આકરી ગરમી વચ્ચે 8 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે રાજકોટ શહેર સૌથી ગરમ રહ્યું. રાજકોટમાં 40.9 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 40 ડિગ્રી નોંધાયું.

તો બીજી તરફ સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે 8 જિલ્લામાં માવઠાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના પ્રભાવના કારણે 19, 20 અને 21 એપ્રિલના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જોકે 24 કલાકમાં તાપમાનમાં કોઈ પણ મોટો બદલાવ જોવા મળ્યો નથી. જેમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં જોવા મળ્યું છે. તેમજ અમદાવાદમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ તાપમાનમાં ખાસ કોઈ બદલાવ જોવા મળી શકે તેમ નથી. તેમજ 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. 15થી 20 કિલોમીટર સુધી પવન ફૂંકાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *