ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસે ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ઉપલેટા શહેર અને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.આવેદનપત્રમાં ઉપલેટાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને તાત્કાલિક રાહત અને સહાય આપવાની માંગ કરાઈ હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, ખેડૂત આગેવાનો અને વેપારીઓ જોડાયા હતા.
આ ઉપરાંત, આવેદનપત્રમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ હતી.