જસદણ તાલુકાના બાખલવડ ગામે આજે સવારે એક ઘટના બની હતી. ભાદર નદીમાં કમળનું ફૂલ તોડવા ગયેલા 59 વર્ષીય મનસુખભાઈ ગોવિંદભાઈ ડાભી કાદવમાં ફસાઈ ગયા. પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું.પરિવારજનોએ જણાવ્યું કે, મનસુખભાઈ દરરોજ શંકર ભગવાનના મંદિરે પૂજા માટે કમળ ચડાવતા. આજે પણ તેઓ રોજિંદા ક્રમ મુજબ કમળ તોડવા નદીમાં ગયા. ત્યારે ઊંડા કાદવમાં ફસાઈ જતાં તેઓ બહાર નીકળી શક્યા નહીં.
ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા. જસદણ નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઈ. ફાયર બ્રિગેડના જવાનોએ લગભગ એક કલાકની મહેનત બાદ મનસુખભાઈનો મૃતદેહ બહાર કાઢ્યો.બનાવની જાણ થતાં જસદણ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સરકારી હોસ્પિટલ મોકલ્યો.પ્રાથમિક માહિતી અને પૂછપરછ મુજબ, મનસુખભાઈ શિવજીને કમળ ચડાવવા ગયા હતા ત્યારે આ ઘટના બની. જસદણ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.