રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમા

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર પોતાના કથળેલા વહીવટ અને દર્દીઓ પ્રત્યેની ઘોર સંવેદનહીનતાને કારણે વિવાદના વમળમાં ફસાઈ છે. આ સરકારી હોસ્પિટલમાં દરરોજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને શહેરમાંથી હજારો ગરીબ દર્દીઓ મફત અને યોગ્ય સારવાર મેળવવાની આશાએ આવે છે.

આવા લાચાર દર્દીઓની સુવિધામાં વધારો થાય તેમજ હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં તેમને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવામાં તકલીફ ન પડે, તેવા શુદ્ધ આશયથી શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મોટા દાતાઓ દ્વારા લાખો રૂપિયાની કિંમતની રિક્ષાઓ હોસ્પિટલ તંત્રને દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. જોકે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે દાતાઓના પવિત્ર દાનની સરેઆમ અવગણના થઈ રહી છે અને કિંમતી વાહનો ધૂળ ખાઈ રહ્યા છે.

દાતાઓએ 10 ઈ-રિક્ષાઓ હોસ્પિટલને આપી હતી, જે ધૂળ ખાઈ રહી છે રાજકોટ સિવિલમાં આવતા ગરીબ-અશક્ત દર્દીઓની વ્હારે આવીને બાલાજી વેફર્સ પ્રા.લી. જેવી નામાંકિત સંસ્થાઓએ પોતાના સ્વખર્ચે ડીઝલ તેમજ બેટરીથી ચાલતી 10 જેટલી ઈ-રિક્ષાઓ હોસ્પિટલ મેનેજમેન્ટને સોંપી હતી. આ ભેટ આપવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે પી.ડી.યુ. હોસ્પિટલના કેમ્પસની અંદર જ દર્દીઓનું મફતમાં આંતરિક વહન થઈ શકે અને ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને વ્હીલચેર કે સ્ટ્રેચર માટે કલાકો સુધી રાહ ન જોવી પડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *