રાજકોટ રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. શહેરનાં ભક્તિનગર રેલવે સ્ટેશન ઉપરથી રેલવે પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા 65 વર્ષીય વૃદ્ધ રસિકલાલ ડાની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં તેમની પાસેથી 250 ગ્રામ સોનું, 4 કિલો ચાંદી અને 14.50 લાખની રોકડ રકમ મળી આવી હતી. આ કિંમતી મુદ્દામાલ અને રોકડ અંગે વૃદ્ધ કોઈ કાયદેસરના બિલ કે સંતોષકારક આધાર પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે તમામ મુદ્દામાલ સીલ કરી સરકારી કબ્જામાં લીધો છે.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સઘન પૂછપરછ અને ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તેમજ નાણાકીય અનિયમિતતાની તપાસ માટે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસની વર્તણૂક પર શંકા જતા સામાનની ઝીણવટ પૂર્વક તપાસ પ્રાપ્ત વિગતો મુજબ, ભક્તિનગર રેલવે સ્ટેશન પર રેલવે પોલીસની ટીમ રૂટીન પેટ્રોલિંગ અને શંકાસ્પદ મુસાફરોનું ચેકિંગ કરી રહી હતી. આ ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક વૃદ્ધની ગતિવિધિ શંકાસ્પદ જણાતા પોલીસે તેમને અટકાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં આ વૃદ્ધનું નામ રસિકલાલ જગડા હોવાનું સામે આવ્યું હતુ. તેમની ઉંમર 65 વર્ષની છે. પોલીસને તેમની વર્તણૂક પર શંકા જતા તેમના સામાનની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવી હતી.