રાજકોટ મનપાની વર્તમાન શાસકોની બોડીને એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1288 કરોડ રૂપિયાના કામોને મંજૂર કરાયા છે જે પ્રથમ વખત હોવાનો દાવો કરાયો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર તેમની વરણી થયાના એક વર્ષમાં કુલ 21 સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી છે. જેમાં 1288 કરોડના કામો મંજૂર કરાયા છે.
આ રીતે જોતા દરરોજ સરેરાશ 3.53 કરોડના વિકાસ કામો મંજૂર થયા છે. મનપાને 50 વર્ષ પૂર્ણ થતા શહેરના ત્રણેય ઝોનમાં એકસાથે અલગ અલગ 50-50 વિકાસ કામોના લોકાર્પણ કરાયા છે. જે 1288 કરોડ મંજૂર કરાયા છે તેમાં શહેરની પાણી પુરવઠા માટે 328.83 કરોડ રૂપિયાની મશીનરી, 207 કરોડના પાઈપલાઈનના કામો, 188.51 કરોડના રસ્તાકામ અને 185.98 કરોડના ડ્રેનેજ કામ જેવી પાયાની સુવિધાઓ અપાઈ છે.