રાજકોટ મનપાની બેઠકમાં 38 કરોડની 44 દરખાસ્તો મંજૂર

રાજકોટ મનપા કચેરી ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં વિકાસકામોની 38 કરોડથી વધુની જુદી-જુદી 44 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં કોર્પોરેશનના ફાયર વિભાગમાં ઐતિહાસિક નવી 428 ભરતીને લીલીઝંડી આપવામાં આવી હતી. તો તિરંગા યાત્રાનો સાડા 6 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરાયો હતો. જ્યારે પૂર્વ ટીપીઓ સાગઠિયા એસીબીમાં ઝડપાતા તેમના વિરુદ્ધ કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. ફાયરમાં રાજકોટનાં ઇતિહાસની સૌથી મોટી ભરતીને મંજૂરી મળવાની શક્યતા ગઈકાલે દિવ્ય ભાસ્કરે વ્યક્ત કરી હતી.

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોડ-રસ્તા સહિતના વિકાસ કામોની 46 દરખાસ્તો મળી હતી. આ પૈકી 44 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે. જેમાં રોડ-રસ્તા અને ડ્રેનેજ સહિત કુલ 38 કરોડથી વધુના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 1 દરખાસ્તમાં કેટલીક વિસંગતતા હોવાને કારણે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને અન્ય એક કાર્યક્રમ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ આપવા દરખાસ્ત હતી. પરંતુ લોહાણા સમાજનો આ કાર્યક્રમ કેન્સલ થતા આ દરખાસ્ત રદ્દ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *