રાજકોટની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નવી મોટર કાર પ્રકારના વાહનો માટેની સિરિઝ જી.જે. 03 એન.પી. તથા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે સિરિઝ જી.જે. 03 એન.આર.ની પુનઃ હરરાજી 17 સપ્ટેમ્બર 2024થી શરૂ થશે. ઉપરોક્ત બંને સિરિઝ તેમજ અગાઉની સિરિઝના બાકી રહેતા ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે ઈચ્છુક વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કર્યા બાદ, http://parivahan.gov.in/fancy પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને રિ-ઓક્શન (પુનઃ હરરાજી) માં ભાગ લઈ શકશે. જેમાં ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા માટે 17 સપ્ટેમ્બરે સાંજ 4થી 19 સપ્ટેમ્બરે સાંજે 4 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. 19 સપ્ટેમ્બરે સાંજે 4.01 કલાકથી 21 સપ્ટેમ્બરના સાંજે 4 કલાક સુધી ઓનલાઈન ઓક્શનમાં બિડિંગ પૂર્ણ થયા બાદ 21એ સાંજે 4.15ના રોજ પરિણામ ઓનલાઈન જાહેર થશે.