રાજકોટ બાર એસોસિએશનની આગામી તા.20મીએ યોજાનાર ચૂંટણી માટે શુક્રવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો અને અત્યાર સુધીમાં કુલ 53 વકીલોએ ઉમેદવારી નોંધાવી છે જેમાં પ્રમુખપદ માટે 6 અને સેક્રેટરીપદ માટે 5 ઉમેદવારોનો સમાવેશ થાય છે. કાર્યદક્ષ અને એક્ટિવ પેનલે ગુરૂવારે ફોર્મ ભર્યા બાદ અંતિમ દિવસે સમરસ પેનલે પણ ઉમેદવારી નોંધાવી છે.
તા.9મીએ ફોર્મની ચકાસણી બાદ પ્રથમ ફાઇનલ યાદી જાહેર થશે અને ત્યારબાદ 10મીએ સાંજે 5 વાગ્યા સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે અને તા.11મીએ સાંજના ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર નથી પરંતુ ભાજપ તેના સહયોગીને જીતાડવા મહેનત કરશે.