રાજકોટમાં પિતાએ થોડાં સમય બાદ એક્સેસ લેવાનું કહેતાં ધો.12ના વિદ્યાર્થીનો આપઘાત

રાજકોટ શહેરમાં આજી ડેમ ચોકડી પાસે ગોકુલપાર્ક-3 રહેતાં હર્ષલ દીપકભાઈ જોષી (ઉ.વ.17) ગઈ રાતે પોતાના ઘરે હતો ત્યારે રૂમમાં પંખાના હુકમાં દોરી વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા અને પુત્રને લટકતો જોઈ આક્રંદ મચાવ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતાં 108ની ટીમે હર્ષલને તપાસી મૃત જાહેર કર્યો હતો. જે બાદ આજીડેમ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતકના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મૃતક હર્ષલને એક્સેસ બાઈક લેવું હોય જેથી તેને પિતાને વાત કરી હતી અને તે કોટેશન પણ કઢાવી લાવ્યો હતો પરંતુ, તેના પિતાએ થોડી રાહ જોવાનું કહેતાં માઠું લાગી આવતાં પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતક પરીવારનો એકનો એક પુત્ર હતો જેને આત્મહત્યા કરી લેતા પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *