પ્રેમલગ્ન કર્યા બાદ પતિ ચારિત્ર્યહીન બન્યો

પ્રેમલગ્ન કર્યા બાદ પતિ ચારિત્ર્યહીન બન્યો હતો અને અન્ય મહિલા સાથે સબંધ રાખી પત્નીને મારમારી ઘરમાંથી કાઢી મુક્તા મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ગુરૂપ્રસાદ ચોક જુની પપૈયાવાડી સીટી પ્લેટીનીયમમાં રહેતાં હર્ષિદાબેન રાજુભાઇ વરણ (ઉ.વ.34) એ તેના પતિ રાજુ ધનજી હરણ, સાસુ રમાબેન અને સસરા ધનજી બધા વરણ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ આપી માર માર્યાની ફરીયાદ નોંધાવી હતી.

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પ્રથમ લગ્ન ધોરાજીમાં રહેતાં રમેશભાઈ સોંદરવા સાથે થયેલ અને તેમનો ધર સંસાર 5 વર્ષ ચાલેલ અને સંતાનમાં એક પુત્ર છે. બાદમાં તેમની સાથે મનમેળ ન હોય જેથી બન્નેની સહમતીથી અલગ થઈ ગયેલ હતા અને દીકરો તેણીના પતિ સાથે ધોરાજી રહે છે. 9 વર્ષ પહેલા તેણીના પિતાના ધર પાસે રહેતા રાજુ વરણ સાથે પ્રેમ સંબંધ હોય અને બન્ને પતિ-પત્ની તરીકે રહેતા હતા. તે દરમિયાન દીકરાનો જન્મ થયેલ હતો. બાદમાં બન્નેએ મંદીરમા લગ્ન કરેલ હતા તેઓ ત્રણેય ગુરૂપ્રસાદ ચોક જુની પપૈયાવાડી સીટી પ્લેટીનીયમમાં રહેવાં ગયેલ હતાં.

પતિ ગુરૂ પ્રસાદ ચોક રાજયોગી ટાવર સીતારામ ડેરીની ઉપર આર.વી. ટેલીકોમ નામની દુકાન ચલાવે છે. તેમના પતિને અન્ય સ્ત્રીઓ સાથે અફેર હોય જેની જાણ થતા તેમની સાથે આ વાતને લઇ અવારનવાર ઝઘડાઓ કરી ગાળો આપી માર કુટ થતી હતી. અવારનવાર તેમનો પતિ ધર મુકી જતો રહેતો હતો. બે મહીના પહેલા તેના પતિ ધર છોડીને જતા રહેલ હતા. જેથી તેમને શોધવા માટે સસરાના ઘરે ગયેલ હતી ત્યારે સાસુ રમાબેન ઉર્ફે રમીલાબેન હાજર હતા અને તેને પણ ગાળો આપી જણાવેલ કે, તું અમારા ધરે શુ કામ આવેલ છો, તારે અમારા ધરે નહી આવવુ તેમ કહી મારકુટ કરેલ હતી. તેમજ સસરા ધનજીભાઈ પણ અવાર નવાર ગાળો આપી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *